ભાવનગરમાં શેત્રુંજી ડેમ છલકાયો,

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં શેત્રુંજી ડેમ છલકાયો,
20 દરવાજા 1 ફૂટ સુધી ખોલ્યા.
પાલીતાણાના 5 અને તળાજાના 12 ગામોને એલર્ટ,

ભાવનગરમાં શેત્રુંજી ડેમ છલકાયો, 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલ્યા. પાલીતાણાના 5 અને તળાજાના 12 ગામોને એલર્ટ, લોકોને સાવચેત રહેવા તંત્રની સૂચના

અમરેલી પંથકમાં આવેલ ધારી ખોડિયાર ડેમ ઓવરફલો થતા ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણીની અવિરત આવક શરૂ રહેતાં ડેમની જળસપાટી સતત વધી રહી છે. ડેમ હાલ 80 ટકા ભરાઈ જતાં જળસપાટી 31 ફૂટ 11 ઈચે પહોંચી છે, જ્યારે 34 ફૂટે ડેમ ઓવરફ્લો થાય છે. હાલ ડેમમાં 71810 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે.સતત વધી રહેલી આવકને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ બન્યું છે અને પાલીતાણા તાલુકાના 5 તેમજ તળાજા તાલુકાના 12 ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ભાવનગર માટે પીવાના પાણી તેમજ ખેત સિંચાઈનો પ્રશ્ન ચોમાસાની શરૂઆતમાં ઉકેલાઈ જવા પામ્યો છે. શેત્રુંજી ડેમ 80 ટકા ભરાતા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવ્યું છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપડીયા, લાખાવાડ, માયધાર અને મેઢા સહિત પાંચ ગામોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત તળાજા તાલુકાના ભેગાડી, દાત્રળ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવવા, તરસરા અને સરતાનપર સહિત 12 ગામોના લોકોને પણ નદીના પટમાં ન જવા, નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *