લીંબડી શ્રી જી.એસ. કુમાર વિદ્યાલય ખાતે સ્થાપના દિવસ
68 માં સ્કુલના સ્થાપના દિવસની ઉજવણી
ભુતપૂર્વ શિક્ષકો અને બાળકો દ્વારા કેક કાપી
લીંબડી શ્રી જી.એસ. કુમાર વિદ્યાલય ખાતે 68 માં સ્કુલના સ્થાપના દિવસની ઉજવણી શિક્ષકો સહીત ભુતપૂર્વ શિક્ષકો અને બાળકો દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી
શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી જીએસ કુમાર વિદ્યાલયની સ્થાપના પુર્વે 8-7-1959 ના રોજ કરવામાં આવી રહી ત્યારે આ શાળાના સ્થાપક અને દાતા એવા ગિજુભાઈ શુક્લને પણ આજના દિવસે યાદ કરવામાં આવે છે ત્યારે આજના દિવસની શુભ શરૂઆત ગિજુભાઈ શુક્લની તસ્વીરને ફુલોનો હાર પહેરાવી, અને પ્રાર્થના કરી કરવામાં આવી હતી તેમજ શાળાના બાળકો દ્વારા ગાયન, વાદન, ડાન્સ અને અલગ અલગ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી તેમજ ખાસ કરીને શાળના બાળકો સાથે શિક્ષકોએ પણ ગરબે ઘુમી ઉઠ્યા હતા ત્યારે આ શાળામા એક સુગંધિત રમણીય વાતાવરણ તાળીયોના ગડગડાટથી ઝુમી ઉઠ્યું હતું આજના દિવસે દરેકના મનમાં અને દિલમાં ઘરનો અનેરો શુભ પ્રસંગ હોય તેવું લાગી રહ્યું હતું અને કાર્યક્રમ પુરો થયાં બાદ વિદ્યાર્થીઓને સ્વરૂચી અલ્પાહાર કરાવવામાં આવેલ ત્યારે મહેમાન તરીકે ચેતનભાઈ , એમ.એમ.મકવાણા, મનુભાઈ પટેલ સહિતના હાજર રહિને આજના શુભ પ્રસંગે હાજરી આપી હતી તેમજ શાળાના ભુતકાળ તેમજ વિદ્યાર્થીઓના ભવિષ્ય કઈ રીતે આગળ વધે તે વિશે, વિશેષ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી ત્યારે શ્રી જીએસ કુમાર વિદ્યાલયના શિક્ષકો અને ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા આજનાં 68 માં જન્મ દિવસની ઉજવણી કરી હતી
