સુરતમાં ભારે વરસાદ અને ખાડી પૂર બાદ સીએમની મુલાકાત

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ભારે વરસાદ અને ખાડી પૂર બાદ સીએમની મુલાકાત
સુરત સહિત દક્ષિણ ગુજરાતની સ્થિતિની સમીક્ષા કરી
સરકાર દ્વારા તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી

સુરતમાં ભારે વરસાદ અને ખાડી પૂર બાદ હવે રાજ્ય સરકાર એક્શનમાં આવી હોય તેમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે આવી પહોંચ્યા હતાં અને સુરત સહિત દક્ષિણ ગુજરાતની સ્થિતિની સમીક્ષા કરી હતી.

સુરત શહેરમાં ભારે વરસાદ અને ખાડી પૂર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે પહોંચ્યા હતાં. સુરત મહાનગર પાલિકાના આઈસીસીસી ખાતે દક્ષિણ ગુજરાતના તમામ કલેક્ટરો, વરિષ્ઠ અધિકારીઓ અને ધારાસભ્યો સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ, રાહત અને બચાવ કામગીરી, અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ તેમજ આગામી દિવસોની તૈયારી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે સરકાર દ્વારા તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *