સુરતમાં ફરી બોગસ ડોક્ટર ઝડપાયા
તૌફીક અહેમદ સફીક અહેદમની ધરપકડ કરી
પોલીસે 5 લાખ 28 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
સુરતમાં નકલી ઉંટવૈદ્ય વારંવાર પકડાઈ રહ્યા છે ત્યારે ભેસ્તાન વિસ્તારમાંથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો હતો.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ એસઓજીની ટીમ ડીસીપી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ હર્ષદભાઈ અને અ.હે.કો. જિતેન્દ્રસિંહ પ્રવિણસિંહને મળેલી બાતમીના આધારે ભેસ્તાન વિસ્તારમાં આવેલ તિરૂપતિ નગર અલી મસ્જીદ પાસેથી નકલી ડોક્ટર મુળ યુપીના જોનપુરનો અને હાલ ઉનમાં રહેતા તૌફીક અહેમદ સફીક અહેદમને ઝડપી પાડી તેના ક્લીનીકમાંથી દવાઓનો જથ્થો સહિત 5 લાખ 28 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
