ભાવનગરમાં ચેક રીટન થવાના કેસમાં સિદસરના એક વર્ષની કેદની સજા
ફરિયાદીને વળતર સ્વરૂપે 4.50 લાખ ચૂકવવા હુકમ
ભાવનગર જિલ્લાના બુધેલ ગામના એક શખ્સ એ સીદસર ગામના શખ્સ વિરુદ્ધ ચેક રિટર્ન થવા અંગે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હોય જે કેસ કોર્ટમાં ચાલતા કોર્ટે આરોપીને આ કેસ સંદર્ભે એક વર્ષની સાદી કેદની સર્જા સાથે ૪.૫૦ લાખ રૂપિયા ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે.
બુધેલ ગામે રહેતા અને વેપાર સાથે સંકળાયેલા ધર્મેશ ઘનશ્યામભાઈ પરમાર એ સીદસર ગામના વિશાલ દિનેશ જેતાણી નામના હીરાના કારખાનેદાર વિરુદ્ધ ચેક રિટર્ન થવા સંદર્ભે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી આ કેસ ભાવનગર છઠ્ઠી જ્યુડીશન કોર્ટના જજ આર એમ શેખની કોર્ટમાં ચાલતા કોર્ટે ફરિયાદી પક્ષની તર્કબદ્ધ દલિલો અને દસ્તાવેજી પુરાવાઓ સહિતની બાબતો ધ્યાનમાં રાખીને આરોપી વિશાલ દિનેશ જેતાણીને કસૂરવાર ઠેરવી ચેક રીટર્ન થવાનાં કેસમાં એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની મૂળ રકમથી દોઢ ગણી રકમ રૂપિયા 1.50 લાખ ફરિયાદી ને ચુકવવા હુકમ કર્યો છે અને જો આરોપી રકમ ન ચુકવે તો વધુ 3માસની કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે
