માંડવી વરેહ નદીના પૂરમાં અસરગ્રસ્તોને મદદ

Featured Video Play Icon
Spread the love

માંડવી વરેહ નદીના પૂરમાં અસરગ્રસ્તોને મદદ
૧૬૦ થી વધુ પૂરપીડિત પરિવારોને રાશન કીટની મદદ પહોંચાડી

માંડવી તાલુકામાંથી પસાર થતી વરેહ નદીમાં આવેલા ભયાનક પૂરના કારણે અનેક ગામોમાં તારાજી સર્જાઈ હતી. પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા અનેક પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવી કપરા સમયે ‘સૌનો સાથ’ ગ્રુપના સ્વયંસેવકોએ માનવતાની મિશાલ અંગે સેવાકીય કામગીરી હાથ ધરી હતી.

પૂરનું પાણી ઓસર્યા બાદ ગ્રુપના સ્વયંસેવકોએ અસરગ્રસ્ત ગામોમાં જઈને જરૂરિયાતમંદ પરિવારોની માહિતી એકત્ર કરી હતી. ત્યારબાદ ફૂલવાડી, પરવટ, ગોળના, રેગામા, રઘીપુરા, મોરીઠા, નંદપોર, ગવાછી અને ખરોલી સહિતના ગામોના ૧૬૦ થી વધુ પૂરપીડિત પરિવારોને ચોખા, દાળ, લોટ, કઠોળ, તેલ, મસાલા, ચા-ખાંડ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓની રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, પૂરના પાણીથી કરવલી ગામની લાઈબ્રેરીને પણ ભારે નુકસાન થયું હતું. અનેક પુસ્તકો પલળી જતાં નષ્ટ થયા હતા, જ્યારે પૂર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની નોટબુકો પણ બગડી ગઈ હતી. બાળકોના શિક્ષણને અસર ન થાય તે માટે સ્પાર્ક ચેરીટેબલ ટ્રસ્ટ-તાપીના સહયોગથી કરવલી લાઈબ્રેરીને નવા પુસ્તકો તથા પૂર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નવી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં વાલોડ તાલુકાના કલમકુઈ ગામના ગ્રામજનોએ પણ અનોખી માનવતા દાખવી હતી. સમગ્ર ગામના લોકોએ ઘર-ઘર ફરીને ૫૦૦ કિલો અનાજ તેમજ ફાળો એકત્ર કરી ‘૧૦૦ નો સાથ’ ગ્રુપને સોંપ્યો હતો. આ ઉપરાંત વ્યારાના સ્પર્શ નોલેજ સેન્ટર, બારડોલીના સમસ્ત આદિવાસી સમાજ તેમજ અન્ય નામી-અનામી દાતાઓએ આર્થિક સહયોગ આપી રાહત કામગીરીમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *