સુરતમાં મહિલા રિક્ષામાં જ 4 લાખના દાગીના ભરેલ બેગ ભૂલી ગઈ
સુરતથી બહેનના ઘરે જતા સમયે રિક્ષામાં બેગ ભુલાઈ
પોલીસે સીસીટીવીના આધારે રિક્ષા સુધી દાગીના પરત અપાવ્યા
સુરત પોલીસ પ્રજા સાથે હોવાનુ અનેકવાર ફ્લિત થઈ રહ્યુ છે. ત્યારે સુરતની ઉધના પોલીસે રીક્ષામાં દાગીના સહિતની મત્તા મુકેલ બેગ ભુલી ગયેલી મહિલાને તેની બેગ ઉધના પોલીસે ગણતરીના સમયમાં શોધી આપતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત તથા ખાસ પોલીસ કમિશ્નર સેક્ટર વન વાબાંગ જામીર તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન ટુ ભગીરથ ગઢવી તથા નાયબ પોલીસ કમિશ્નર સી ડીવીઝન ચિરાગ પટેલ નાઓએ લુંટ, સ્નેચીંગ તથા મિલ્કત સંબંધી બનતા ગુનાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુનાઓ ડિટેક્ટ કરવા સારૂ જરૂરી સુચના આપી હોય ત્યારે લિંબાયત ખાતે રહેતી એક મહીલા કવિતાબેન રવિન્દ્રભાઈ જગદેવ ઉધના પોલીસ સ્ટેશન ખાતે આલી હતી અને જણાવ્યુ હતું કે તેઓ પોતાની બહેનને મળવા માટે નવસારી જવા માટે ગોડાદરા કઠીમહારાજ મંદીર પાસેથી ઓટો રીક્ષામા બેસીને ઉધના બસ સ્ટેશન ખાતે ઉતર્યા હતા અને ઓટો-રીક્ષામા પોતાનુ બેગ ભુલી ગયા છે જે બેગમા કપડા તથા સોના-ચાંદીના દાગીના મળી ચાર લાખની મત્તા હોય જે બેગ તેઓ ઓટો રીક્ષામા ભુલી ગયા છે તેવી રજુઆત કરતા ઉધના પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એન.દેસાઈ તથા સેકન્ડ પી.આઈ. વી.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પી.એસ.આઈ. એમ.કે. ઈશરાણી નાઓના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના માણસો અનાર્મ હેડ કોન્સ્ટેબલ મનમોહન શીવનારાયણ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઇ દુલાભાઇ તથા નાગેંદ્રસિંહ રાજેન્દ્રસિંહ નાઓએ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરી મહીલા જે ઓટો રીક્ષામા બેસી હતી તે ઓટોરીક્ષા શોધી કાઢી મહીલાની ખોવાયેલ બેગ તેમજ બેગમા રહેલ સોના-ચાંદીના કિંમતી મુદામાલ ગણતરીના સમયમાં શોધી કાઢી મહિલાને પરત કરતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.