માંડવીમાં ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવતા આક્રોશ સાથે વિરોધ કરાયો
જાણ કર્યા વગર મીટર લગાવી દેવામાં આવતા આક્રોશ.
માંડવી નગરના બાવાગોરના ટેકરા ખાતે ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવતા આક્રોશ સાથે વિરોધ કરવામાં આવ્યો. ડીજીવીસીએલ ના કર્મચારી દ્વારા કોઈપણ જાતની પૂછ પરછ કર્યા વગર મીટર લગાવી દેવામાં આવતા આક્રોશ.
આજરોજ દક્ષીણ ગુજરાત વીજ કંપની ગ્રામ્ય દ્વારા માંડવી નગર ના બાવાગોર ના ટેકરા ખાતે ગામમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરતાં ગામ લોકો એકત્ર થયા હતા.એક શ્રમજીવી પરીવાર ના ગ્રાહકને ત્યાં કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જુના લગાવેલા ડિજિટલ વીજ મીટર કાઢી નાખી તેની જગ્યાએ સ્માર્ટ વીજ મીટર લગાવી દેવાતા ગ્રાહક અને સ્થાનિક રહીશો દ્વારા આ કામગીરીને અયોગ્ય ગણાવી તેનો વિરોધ કર્યો હતો. ગામ લોકોએ જણાવ્યું કે અમે સ્માર્ટ મીટરને આવકારીએ છીએ પરંતુ જે તે ગ્રાહકને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર આ રીતે વીજ મીટર બદલી નાખવાએ ગેર વ્યાજબી વાત છે. ગામ લોકોએ વધુમાં વીજ કંપનીના કર્મચારીઓને જણાવ્યું કે માંડવી નગર ના સ્લમ વિસ્તાર મા આ કામગીરી ની શરૂયાત કેમ કરવામાં આવી અમે નવા સ્માર્ટ ડીજીટલ મીટર ને આવકાર્ય છે પરંતુ માંડવી નગર શહેરી વિસ્તાર અને બજાર વિસ્તાર અને મોટી સોસાયટી મા મીટર લગાવો પછી અમારા પુરા વિસ્તાર મા લગાવો પછી અમે નવા સ્માર્ટ વીજ મીટરો લગાવવા દેવા તૈયાર છે. આ માથાકૂટ બાદ વીજ કર્મચારીઓ દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ વીજ મીટર પુનઃ કાઢી લેવાયા હતા અને તેને જુના ડિજિટલ લગાવી દેવામાં આવ્યા હતા.