કામરેજમાં તળપદા કોળી પટેલ સમાજ વાર્ષિક સંમેલન યોજાયું
સંમેલનમાં આગેવાનો, સમાજના ભાઈઓ,બહેનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા
કોળી સમાજમાં એકતા તેમજ સામાજિક કાર્યો થાય તે માટે કોળી સંમેલન યોજાયું
કામરેજના ચોર્યાસી ખાતે તળપદા કોળી પટેલ સમાજ સંગઠન દ્વારા ચતુર્થ વાર્ષિક સંમેલન અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં તળપદા કોળી પટેલ સમાજ સંગઠન કામરેજના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ,ઉપ પ્રમુખ જયેશભાઈ પટેલ (ડુંગરા),બળવંત પટેલ સહિતના હોદ્દેદારો,આગેવાનો, સમાજના ભાઈઓ,બહેનો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કોળી સમાજમાં એકતા આવે તેમજ સામાજિક કાર્યો થાય તે માટે કોળી સમાજના યુવાનો દ્વારા તળપદા કોળી પટેલ સમાજ સંગઠન કામરેજની રચના કરવામાં આવી છે.જે સંગઠન અવાર નવાર અલગ અલગ સામાજિક કાર્યક્રમો કરી સમાજને જોડી રાખવાનું કામ કરી કરે છે.સમાજના વ્યક્તિઓ સુધી તમામ પ્રકારની મદદ મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવે છે.ત્યારે ગત રોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચોર્યાસી ગામે તળપદા કોળી પટેલ સમાજ સંગઠન કામરેજ દ્વારા ચતુર્થ વાર્ષિક સંમેલન અને તેજસ્વી વિધાર્થીઓને ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સમાજના આગેવાનો સન્માન કરાયું હતું અને તળપદા કોળી પટેલ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરી તેઓને ઇનામ તેમજ નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત કોળી સમાજના અલગ અલગ વ્યક્તિઓ ધ્વારા સમાજને દાન અર્પણ કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમ અંતર્ગત ઇનામ વિતરણનો સંપૂર્ણ ખર્ચ તળપદા કોળી પટેલ સમાજના આગેવાન જયેશ પટેલ ધ્વારા આપવામાં આવ્યો હતો.