સુરતમાં સારોલીની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ
5 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ
આગ બિલ્ડિંગના 11 મા માળે લાગી હતી
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સારોલીની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગતા 15 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં બુધવારની સવારે અચાનક આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માર્કેટની બિલ્ડિંગમાંથી ઘાટો ધુમાડો નીકળવા લાગતા વેપારીઓ અને કામદારો તાત્કાલિક બહાર દોડી આવ્યા, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. તો ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગ સક્રિય બન્યો અને ચાર જુદા જુદા ફાયર સ્ટેશનમાંથી કુલ 15 ફાયર ફાઇટર ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. આગ બિલ્ડિંગના 11 મા માળે લાગી હતી. જ્યાં કપડાના ગોદામ અને વિવિધ વ્યાપારી ઓફિસો આવેલી છે. ઊંચા માળે લાગી આવેલી આગને કાબૂમાં લેવા માટે ફાયરકર્મીઓને હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને વિશેષ સાધનોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. તો આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.
