સુરતના ઉત્રાણ ગરનાળા પાસે ભંગારના ગોડાઉનમાં આગ

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉત્રાણ ગરનાળા પાસે ભંગારના ગોડાઉનમાં આગ
મોડી રાત્રે આગ લાગતા વિસ્તારમાં ભાગદોડ મચી
આગની ઘટનાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ
ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આગ કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી

સુરતમાં ઉનાળાની શરૂઆત સાથે જ આગના બનાવો જોવા મળી રહ્યા હતા ત્યારે આજે પણ સુરતમાં આગના બનાવો બની રહ્યા છે. તો સુરતના ઉત્રાણ ગરનાળા પાસે મોડી રાત્રે ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.

સુરતમાં વારંવાર આગના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે મોડી રાત્રે ઉત્રાણ ગરનાળા પાસે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ઉત્રાણની અભિનંદન રેસિડેન્સી સામે ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. જો આગની ઘટનાને પગલે પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. રાત્રે 2 વાગ્યે બનેલી આગની ઘટનાને લઈ હોબાળો થયો હતો. તો મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમે ત્વરિત સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી ભારે જહેમતે આગ પર કાબુ મેળ્યો હતો. બનાવને લઈ ઉત્રાણ પોલીસે આગનુ કારણ શોધવા તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *