સુરત: પિપોદ્રા બ્રિજ પર ટેન્કરમાં આગ
એનએચ-48 પર પીટીએ પાવડર ટેન્કરની કેબિન બળી
ટ્રાફિક આગ લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાકરાયો
સુરત જિલ્લાના માંગરોળ નજીક નેશનલ હાઈવે 48 પર પિપોદ્રા બ્રિજ પર પીટીએ પાવડર ભરેલા એક ટેન્કરમાં આગ લાગી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આગ ટેન્કરના કેબિનના નીચેના ભાગમાંથી શરૂ થઈ હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં ટેન્કરની કેબિન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી.ફાયર વિભાગને જાણ કરાતા, તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.આગને કારણે નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને ડાયવર્ટ કરીને વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો.
