વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના પીએ સામે નોંધાઈ ફરિયાદ
જૂનાગઢ મામલતદારે બે લોકો સામે નોંધાવી ફરિયાદ
લીગલ જોઇન્ટ સેક્રેટરી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના લીગલ ડોક્યુમેન્ટની કામગીરી સંભાળતા લીગલ જોઇન્ટ સેક્રેટરી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના લીગલ ડોક્યુમેન્ટની કામગીરી સંભાળતા લીગલ જોઇન્ટ સેક્રેટરી સામે ફરિયાદ દાખલ કરાય છે, આપ પાર્ટીના ધર્મેશ કાનાણી દ્વારા મનસુખ પારટીયાના જામીન માટે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં નકલી સોલવંસી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું. કોર્ટમાં જામીન માટે નકલી સોલવંસી રજૂ કરવા નકલી સર્ટિફિકેટ બનાવ્યું હતું. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપીઓને સાથે રાખીને તેમની કાનાણી એડવાઇઝર નામની ઓફિસમાં સર્ચ કરી સ્ટેમ્પ, રજિસ્ટર સાથે અન્ય બીજા જરૂરી દસ્તાવેજ કબજે કર્યા છે.
ધરપકડ કરાયેલ મુખ્ય આરોપી ધર્મેશ કાનાણી આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર છે અને જૂનાગઢ જિલ્લા AAP ના લીગલ સેક્રેટરીનો હોદ્દો ધરાવે છે. તે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના કાયદાકીય દસ્તાવેજોની કામગીરી પણ સંભાળતો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. ધર્મેશ કાનાણીએ યુનિયન બેંકના બોજા સર્ટિફિકેટમાં છેતરપિંડી કરી. તેણે 3,36,997 ની રકમમાંથી આગળનો ‘3’ નો આંકડો દૂર કરીને રકમને માત્ર 36,997 કરી દીધી, જેથી મિલકતની કિંમત ઊંચી દેખાય. આ નકલી બેંક સર્ટિફિકેટના આધારે, ધર્મેશ કાનાણીએ પોતાના નામે સ્ટેમ્પ પેપર ખરીદીને એક ખોટું સોગંદનામું તૈયાર કર્યું. આ તમામ બોગસ દસ્તાવેજો અને ખોટા સોગંદનામાને સોલ્વન્સી સર્ટિફિકેટ મેળવવા માટે વિસાવદર મામલતદાર કચેરીમાં રજૂ કરવામાં આવ્યા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
