બુધેલ ગામમાં પૈસાની લેતીદેતી મામલે હિંસક ઝપાઝપી
પિતા, પુત્રી અને ભત્રીજીએ યુવક પર કર્યો જીવલેણ હુમલો
તીક્ષ્ણ હથિયારના હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ઇજાગ્રસ્તને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડાયો
ભાવનગર જિલ્લાના બુધેલ ગામમાં પૈસાની લેતીદેતીનો વિવાદ હિંસક બન્યો છે. પિતા, પુત્રી અને ભત્રીજીએ મળીને એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
ભાવનગર જિલ્લાના બુધેલ ગામમાં પૈસાની લેતીદેતી મામલે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. માહિતી અનુસાર વલ્લભભાઈ પરમાર નામના યુવક સાથે થયેલી બોલાચાલીએ બાદમાં મારામારીનું રૂપ લીધું હતું. આક્ષેપ છે કે પિતા, પુત્રી અને ભત્રીજીએ મળીને વલ્લભભાઈ પરમાર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હુમલાના કારણો અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે..
