બારડોલીના પ્રખ્યાત ‘ગોપાલ લોચો’નો નવીનીકરણ સાથે પુનઃપ્રારંભ
ગોપાલ લોચાને આશરે 15 વર્ષ બાદ નવો ‘રંગરૂપ’ આપવાનું નક્કી કરાયું
બારડોલીના ખાણી-પીણીના ચાહકો માટે આ ખરેખર એક સારા સમાચાર છે
બારડોલી હંમેશાં તેની આગવી અને મનભાવન ખાણી-પીણીની સંસ્કૃતિ માટે જાણીતું રહ્યું છે. અહીંની અનેક વાનગીઓએ પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ખાસ સ્થાન બનાવ્યું છે. આ લોકપ્રિય વાનગીઓમાંનું એક મહત્ત્વનું નામ છે, સ્ટેશન રોડ પર આવેલું પ્રખ્યાત ગોપાલ લોચો.15 વર્ષ પછી નવું સ્વરૂપ વર્ષોથી ફૂડ લવર્સની માનીતી જગ્યા રહેલા ગોપાલ લોચાને આશરે 15 વર્ષ બાદ નવો ‘રંગરૂપ’ આપવાનું નક્કી કરાયું હતું.
તાજેતરમાં, ગોપાલ લોચાના સંચાલકો દ્વારા સ્થળના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. દિવસો સુધી ચાલેલા આ કામકાજ પછી, આ પ્રખ્યાત સ્થળનું આખરે પુનઃપ્રારંભ થઈ ચૂક્યું છે. સ્વાદની સફર યથાવત ગોપાલ લોચાને બારડોલીમાં કાર્યરત થયાને એક દાયકાથી વધુ સમય થઈ ગયો છે. આટલા લાંબા સમયગાળા છતાં, ગોપાલ લોચાએ પોતાના લોચાનો અસલ સ્વાદ અને તેની આગવી ગુણવત્તા જાળવી રાખી છે. નવા રંગ અને આધુનિક દેખાવ સાથે ફરી શરૂ થયેલા ગોપાલ લોચામાં, ગ્રાહકો હવે વધુ સારી બેઠક વ્યવસ્થા અને આરામદાયક વાતાવરણમાં પોતાના પ્રિય લોચાની મજા માણી શકશે. બારડોલીના ખાણી-પીણીના ચાહકો માટે આ ખરેખર એક સારા સમાચાર છે, કારણ કે તેમની પ્રિય જગ્યા હવે નવા અવતારમાં ફરીથી ઉપલબ્ધ બની છે, અને સ્વાદની ખાતરી આજે પણ પહેલાં જેવી જ છે..
