સુરત જિલ્લા એલસીબીની મોટી કાર્યવાહી, કન્ટેનરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
માંડવીના પુના ગામ નજીક દારૂ ભરેલ કન્ટેનર પોલીસે ઝડપી પાડ્યું
ઇલેક્ટ્રોનિક્સ પાર્ટના નામે દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ નિષ્ફળ
34.64 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે, ડ્રાઇવર સહિત આરોપીઓ સામે કાર્યવાહી
માંડવી તાલુકાના પુના ગામની હદ માંથી ઇલેક્ટ્રીક પાર્ટ ના બનાવટી બિલોના ઓછા હેઠળ કન્ટેનરમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી લઈ જવાનો કીમ્યો નિષ્ફળ બનાવતીસુરત જિલ્લા ગ્રામ્ય એલસીબી પોલીસ કુલ34,64,532 મુદ્દા માલ સાથે એક આરોપીને ધરપકડ કરી.
પોલીસ મહા નિરીક્ષક પ્રેમવીરસિંહ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા ના એ ગ્રામ્ય જિલ્લામાં પ્રોહીબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર નાબૂદ કરવા અસરકારક કાર્ય કરવા સ્પેશિયલ સ્કોડ નુંઆયોજન કરેલ જિલ્લા પોલીસને જરૂરી સૂચના આપેલ હતી જેના અનુસંધાને એન જી પાચાણી પોલીસ ઇન્સ્પેક્ટર, એલસીબીના એ જિલ્લા એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં પોલીસ અધિકારી પીએસઆઈ જે એલ પટેલ તથા પીએસઆઇ એ એન ચૌહાણ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી સ્પેશિયલ ડ્રાઇવ અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ જે અનુસંધાને પેરોલ ફ્લો સ્ક વોર્ડના માણસોનીટીમ બનાવી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી પોહીબીશન જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એન જી પાચાણી તેમજ એ.એસ.આઇ હેમંતભાઈ બાવાભાઈ તથા અનિલભાઈ ના એ સંયુક્ત રીતે ખાનગી બાતમી થકી ચોક્કસ બાતમી મેળવી એક અશોક લેલન ટ્રક કન્ટેનર નંબર MH 46 F 5779, નો ચાલક પોતાના કબજાના કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને નવાપુર, સોનગઢ, માંડવી થઈ અંકલેશ્વર તરફ જનાર છે તેવી ચોક્કસ બાતમી નેઆધારે સુરત એલસીબી એઅલગ અલગ ટીમો સુરત જિલ્લાના માંડવી તાલુકામાં પુના ગામની હદમાં માંડવી કિંમરોડ ઉપર વોચ ગોઠવેલ અને હકીકત મુજબનો કન્ટેનર આવતા તેને ઝડપી ચાલકને પૂછપરછ કરતા કન્ટેનરમાં ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ ભરેલ હોવાનું જણાવી બીલો તથા ચલણ વિગેરે દસ્તાવેજ પુરાવા રજુ કરેલ તેમ છતાં હકીકતના આધારે કન્ટેનરમાં ખરાઈ કરવા માટે સીલ તોડી કન્ટેનરમાં ચાલકને સાથે રાખી તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ મળી આવેલ હતું. કન્ટેનર ચાલકને પૂછપરછ હાથ ધરેલ જેમાં વિદેશીદારૂ નો જથ્થો મહારાષ્ટ્ર રાજ્યમાંથી ભરાવી ગુજરાતના અંકલેશ્વર સુધી લઈ જવાનું હોવાનું જણાવેલ જેમાં વિપુલ પ્રમાણમાં રૂપિયાકુલ 34,64,532 નો મુદ્દા માલ કબજે કરી પકડાયેલા તથા વોન્ટેડ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપી લાખા રામ બના રામ જાટ ઉંમર વર્ષ 40 ધંધો ડ્રાઇવિંગ રહેવાસી બૂણિયા ગામ જીલ્લો બાડમેર રાજસ્થાન વોન્ટેડ આરોપી અશોક જેનાપુરા નામ સરનામાની ખબર નથી. સુરત જિલ્લા એલસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
