અલથાણ વિસ્તારમાં દોડતી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી
સુરતમાં વાહનોમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી
સમયસર કારમાંથી બહાર નીકળતા મોટી જાનહાની ટળી
ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચી આગ પર મેળવ્યો કાબૂ
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લથાણમાં ચાલતી કારમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી દોડતા વાહનોમાં આગના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના અલથાણ વિસ્તારમાં દોડતી કારમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ તી. વાત એમ છે કે અલથાણ વિસ્તારમાંથી એક કાર પસાર થઈ રહી હતી તે સમયે કારમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. જો કે કારમાં સવાર લોકો કારમાંથી ઉતરી જતા જાનહાની ટળી હતી. તો ફાયરે સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. જ્યારે શોર્ટ સર્કીટથી કારમાં આગ લાગી હોવાનો અનુમાન લગાવાઈ રહ્યો છે.
