સુરતના કતારગામમાં નવજાત શિશુનો મૃતદેહ મળતા ચકચાર

Featured Video Play Icon
Spread the love

સુરતના કતારગામમાં નવજાત શિશુનો મૃતદેહ મળતા ચકચાર
અવધૂત નગર વિસ્તારમાં નિર્દય ઘટનાથી લોકોમાં રોષ
ચોક બજાર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસમાં જોડાઈ
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

સુરતમાં નવજાત શિશુ અને તેમના મૃતદેહ મળવાનુ યથાવત હોય તેમ કતારગામના અવધૂત નગર પાસે નવજાત શિશુનું મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતમાં ફરી એક નિર્દયતાની હદ પાર કરતી ઘટનાએ લોકોમાં રોષ અને દુઃખની લાગણી ફેલાવી દીધી છે. વાત એમ છે કે સુરતના કતારગામ વિસ્તરમાં આવેલ અવધૂત નગર ખાતે રસ્તા પરથી પસાર થતા લોકોની નજર નવજાત શિશુના મૃતદેહ પર પડતા તાત્કાલિક ચોક બજાર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ચોક બજાર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા. છે તો આ કૃત્ય કરનાર સુધી પહોંચવા માટે વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *