મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વંદે ભારત ટ્રેનમાં કરી સુરતની સફર
ઈંધણ બચાવવાના સંદેશ સાથે ટ્રેન મુસાફરીને અપાયું પ્રાધાન્ય
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ પ્રવાસમાં જોડાયા
જમનાબા વિદ્યાર્થી ભવનના લોકાર્પણ માટે સુરત પહોંચ્યા મુખ્યમંત્રી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવાની કરેલી અપિલને લઈ સુરતમાં ઉદઘાટન માટે મુખ્યમંત્રી ટ્રેનમાં આવ્યા હતાં. વંદે ભારત ટ્રેનમાં મુખ્યમંત્રીએ મુસાફરી કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવાની અપીલ કરી હોય તેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ હેલિકોપ્ટરના બદલે ટ્રેનમાં મુસાફરી કરી હતી. સુરતના મહેમાન બનેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ગાંધીનગરથી સુરત સુધીની સફર વંદે ભારત ટ્રેનમાં કરી હતી. તેઓ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પણ જોડાયા હતાં. સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ નિર્મિત 200 કરોડના ખર્ચે બનેલુ જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરવા મુખ્યમંત્રી ટ્રેમાં સુરત આવી પહોંચ્યા હતાં
