સુરેન્દ્રનગરના સાયલા ખાતે સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઇ

Featured Video Play Icon
Spread the love

સુરેન્દ્રનગરના સાયલા ખાતે સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઇ
પ્રવિણભાઇ તોગડિયાએ પ્રાંતના અધ્યક્ષની મુલાકાત કરી

સુરેન્દ્રનગરના સાયલા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઇ ત્યારે પ્રવિણભાઇ તોગડિયાએ લીંબડી બકુલભાઈ ખાખી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષની મુલાકાત કરી

આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક સાયલામાં યોજાઈ ગઈ. આ બેઠકમાં ગુરુપૂર્ણિમાથી વિજયાદશમી સુધી લગભગ ત્રણ મહિના 2 લાખ ઘરોમાં જઈને સંપર્ક કરવો. આખા દેશમાં ૨૫,૦૦,૦૦૦ ઘરોમાં સંપર્ક થશે. જે ઘરમાં સંપર્ક થાય, એ ઘરને ‘ઓમ શ્રી પરિવાર’ અર્થાત સવારે ઉઠીને મંત્ર બોલવા, ધર્મનું આચરણ કરવું, સ્વસ્થ રહેવું એવું સમજાવાશે. સાથે એ સોસાયટી, મોહલ્લો કે ગામમાં દર અઠવાડિયે ભેગા થઈને હનુમાન ચાલીસા કરે, એક મુઠ્ઠી અનાજની યોજના ચલાવે, સાથે અમારી વેબસાઈટથી અમારી સાથે જોડાય અને આ હિન્દુત્વના કામમાં આર્થિક રીતે પણ સહયોગ કરે એવી ૨,૦૦,૦૦૦ લોકોને સંપર્ક થશે. લોકોને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળના સંગઠનમાં જોડવાનું કામ પણ થશે. જેવું પ્રવિણભાઇ તોગડિયાએ જણાવ્યું હતું ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના બકુલભાઈ ખાખી,મનહરભાઈ ચાવડા, યોગેન્દ્રસિહ રાઠોડ, નવિનભાઇ ભરવાડ, અંકિતભાઈ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *