સુરતના કાપોદ્રા વિસ્તારની યુવતિ સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ

Featured Video Play Icon
Spread the love

સુરતના કાપોદ્રા વિસ્તારની યુવતિ સાથે મિત્રતા કેળવી દુષ્કર્મ
ન્યૂડ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ
9 મહિનાથી ફરાર આરોપીને કાપોદ્રા પોલીસે ઉત્તર પ્રદેશથી પકડ્યો

સુરતના કાપોદ્રા વિસ્તારની યુવતિ સાથે મિત્રતા કેળવી તેણીના ન્યૂડ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરનાર 9 મહિનાથી ફરાર આરોપીને કાપોદ્રા પોલીસે ઉત્તર પ્રદેશના આગ્રાથી ઝડપી પાડ્યો હતો.

કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ એક યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી માનવેન્દ્રસિંહ ઉર્ફે રામપાલ રાણા જાટે યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી પ્રથમ વખત શારીરિક સંબંધ દરમિયાન ન્યૂડ ફોટા અને વીડિયો બનાવી લીધા હતા. ત્યારબાદ તે વાયરલ કરવાની ધમકી આપી અનેક વખત બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીના સ્ક્રીનશોટ તેમજ ન્યૂડ ફોટા તેના સગા-સંબંધીઓને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ મારફતે મોકલી બદનામ કરી હતી. આ મામલે કાપોદ્રા પોલીસમાં ગુનો નોંધ્યો હોય જેથી સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર આલોકકુમાર સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ એમઆર સોલંકીની ટીમ પીએસઆઈ એમબી વાઘેલા સાથે તપાસમાં જોડાઈ હતી ત્યારે એએસઆઈ રાજદીપભાઈ અને પીસી અર્જુનસિંહએ છેલ્લા નવ મહિનાથી વોન્ટેડ આરોપી મૂળ રાજસ્થાન ઢોલપુરનો માનવેન્દ્રસિંહ ઉર્ફે રામપાલ રાણા જાટેને ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ઉત્તર પ્રદેશના આગ્રામાંથી તેને ઝડપી પાડી તેને સુરત લાવી તેની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *