સુરતના કતારગામ વિસ્તારમાં અકસ્માત સર્જ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતના કતારગામ વિસ્તારમાં અકસ્માત સર્જ્યો
કાર ચાલકે બેફામ રીતે  હાઈસ્પીડમાં કાર હંકારી
ટક્કર એટલી ભયાનક હતી કે કિયા કાર પલ્ટી મારી ગઈ

સુરતના કતારગામ વિસ્તારમાં કાર ચાલકે બેફામ રીતે  હાઈસ્પીડમાં કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો જે ઘટનાંના સીસીટીવી સામે આવ્યા છે.

સુરતમાં બેફામ કાર ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપતા હોય છે ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં રાત્રિના સમયે કિયા કારના ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી રોડ સાઈડ પાર્ક કરેલી બે કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કિયા કાર પલ્ટી મારી ગઈ હતી. જે સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા હવે સોશિયલ મીડિયામાં ઘટના વાયરલ થઈ રહી છે. જેને લઈ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *