સુરતમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન
ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી
રિંગરોડથી નિકળેલી રેલી વનિતા વિશ્રામ સુધી પહોંચી

સુરતમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે સુરતમાં બુલ્ડોઝર સાથે એક વિશાળ રેલી યોજી 5 લાખો લોકોની સહીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. તો આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાયા હતાં. રિંગરોડથી નિકળેલી રેલી વનિતા વિશ્રામ સુધી પહોંચી હતી જેમાં હજ્જારો ગૌભક્તો જોડાયા હતાં.

સમગ્ર ભારતભરમાં ચાલી રહેલા ગૌ સન્માન આહ્વાન અભિયાન અને ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ ને લઈ ગત 27મી એપ્રિલના રોજ સમગ્ર દેશમાં સ્થાનિક પ્રસાશનોને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી. ત્યારે ગુજરાતમાં ચુંટણીનો માહોલ હોય જેને લઈ 7 મેના રોજ સમગ્ર રાજ્યમાં આવેદન પત્ર આપવાની જાહેરાત કરાઈ હતી. ત્યારે આજે સાત મેના રોજ સુરતમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તોએ ભેગા મળી રેલી કાઢી આવેદન પત્ર આપ્યુ હતું. સુરતના કતારગામ, વરાછા, અમરોલી, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાંથી ગૌભક્તો રીંગરોડ ખાતે ભેગા થયા હતા અને ત્યાંથી બુલ્ડોઝર સાથે વિશાળ રેલી આકારે અઠવાગેટ વનિતા વિશ્રામ ખાતે પહોંચ્યા હતા જ્યાંથી 5 લાખ સહિ ઓ સાથેનો આવેદન પત્ર સુરત કલેકટરને આપવામાં આવ્યુ હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવાનો તેમજ ભારતભૂમિને ગૌવધના કલંકથી મુક્ત કરાવવાનો છે. તો સાધુ સંતો, ઉદ્યોગપતિઓ, સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગૌભક્તો આ અભિયાન જોડાયા હતા ત્યારે હવે સરકાર ક્યારે ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરે છે તે જોવુ રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *