દાહોદમાં મકાનનું સ્લેબ ભરતી વખતે લિફ્ટ તૂટી પડી
લિફ્ટ તૂટતાં અકસ્મતમાં 3 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત
108 ની મદદથી ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા
દાહોદ શહેરના ગોદી રોડ પર મકાનના બાંધકામ દરમિયાન ગંભીર ઘટના સામે આવી છે. મકાનનું સ્લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક બાંધકામમાં ઉપયોગમાં લેવાતી લિફ્ટ તૂટી પડી છે. લિફ્ટ ધરાશાયી થતાં તેમાં સવાર ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો છે.
મળતી માહિતી મુજબ, ગોદી રોડ વિસ્તારમાં મકાનનું સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન શ્રમિકો બાંધકામની કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે અચાનક લિફ્ટમાં ખામી સર્જાઈ અને લિફ્ટ તૂટી પડી છે. ઘટનામાં ત્રણ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્ત ત્રણેય શ્રમિકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે બાંધકામ સાઇટ પર શ્રમિકોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી કે નહીં તે અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. બાંધકામ સ્થળે સુરક્ષા સાધનો અને જરૂરી સેફ્ટી વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાના આક્ષેપો વચ્ચે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. શ્રમિકોને જોખમી કામગીરી દરમિયાન જરૂરી સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે અને બાંધકામ સ્થળોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
