સુરતમાં લાખોની ઠગાઈ આચરી આરોપીઓ ફરાર થયા
મહિધરપુરા પોલીસની મોટી કાર્યવાહી
ઠગાઈના ગુનામાં મહિલા સહિત બે આરોપીઓ મુંબઈથી ઝડપાયા
સુરતમાં ઠગાઈના અવનવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે મહિધરપુરા પોલીસ મથક વિસ્તારમાં લાખોની ઠગાઈ આચરી ભાગી છુટેલ મહિલા સહિત બેને મુંબઈથી મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યા હતાં.
સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં મહિલા આરોપી રીશીતા જગદિશ પટેલ અને પરેશ ચંદ્રકાંત યોગીને મુંબઈથી પોલીસે ઝડપી પાડ્યા હતાં. આરોપીઓએ ફરિયાદી સાથે મિલકતના વ્યવહારના નામે વિશ્વાસઘાત કરી આશરે 20 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓએ એડવાન્સ પેટે મેળવેલી રકમ પરત ન આપી અને પૂર્વઆયોજિત કાવતરું રચ્યું હતું. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી પોલીસે આરોપીઓને મુંબઈમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે અંગે ડીસીપી રાઘવ જૈન એ વધુ માહિતી આપી હતી.
