માંડવીના તરસાડા-બારમાં મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો

Featured Video Play Icon
Spread the love

માંડવીના તરસાડા-બારમાં મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો
માંડવી વિભાગ રાજપૂત સમાજ પ્રગતિ મંડળ દ્વારા આયોજન
ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહજી ચાવડા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા

સુરત જિલ્લાના માંડવી તાલુકાના તરસાડા-બાર ખાતે માંડવી વિભાગ રાજપૂત સમાજ પ્રગતિ મંડળ દ્વારા વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાના ભૂમિપૂજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહારાણા પ્રતાપ સ્મારક અભિયાન અંતર્ગત દેશભરમાં મહારાણા પ્રતાપની 500 પ્રતિમાઓ સ્થાપિત કરવાના અભિયાનના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. મહારાણા પ્રતાપના શૌર્ય, બલિદાન અને સંઘર્ષની ગાથાને લોકો સુધી પહોંચાડવા તેમજ નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને વીરતાના મૂલ્યોનું સિંચન કરવાના હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી છે.સમારોહમાં ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહજી ચાવડા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો, કાર્યકરો અને નાગરિકોએ હાજરી આપી હતી. મહારાણા પ્રતાપસિંહજીના જીવન અને શૌર્યગાથાથી નવી પેઢી પ્રેરણા મેળવે તથા તેમના ઐતિહાસિક યોગદાન અંગે જાગૃતિ વધે તેવા આશય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *