બારડોલીમાં કોંગ્રેસના નિવેદન સામે ભાજપનું વિરોધ પ્રદર્શન

Featured Video Play Icon
Spread the love

બારડોલીમાં કોંગ્રેસના નિવેદન સામે ભાજપનું વિરોધ પ્રદર્શન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતાશ્રી અંગે મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો વિરોધ
બારડોલી સર્કિટ હાઉસ પાસે સુરત જિલ્લા ભાજપ દ્વારા વિરોધ નોંધાવાયો
નગર ભાજપ પ્રમુખ અનંતભાઈ જૈન સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા
જિલ્લા, તાલુકા અને નગર ભાજપ સંગઠનના આગેવાનો વિરોધ પ્રદર્શનમાં જોડાયા

આજ રોજ બારડોલી ખાતે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિરોધમાં એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

​ગઈકાલે બિહારના પટનામાં એક જાહેર કાર્યક્રમમાં જે રીતે મલ્લિકાર્જુન ખડગેએ ભારત દેશના સતત ત્રણ વાર લોકશાહીથી અને લોકતંત્ર દ્વારા ચૂંટાયેલા વડાપ્રધાનના સ્વર્ગસ્થ પિતાનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું હતું અને એના પિતા વિશે અભદ્ર ભાષા બોલવામાં આવી હતી, તેના વિરોધમાં આજ રોજ સમગ્ર રાજ્યમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જે દરેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેના ભાગરૂપે આજે સુરત જિલ્લા દ્વારા અહીં બારડોલી ખાતે સુરત જિલ્લાના કાર્યકર્તાઓ સાથે એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

અમે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી મલ્લિકાર્જુન ખડગે દ્વારા નરેન્દ્ર મોદી સાહેબના સ્વર્ગીય પિતાજી વિશે બોલાયેલા અભદ્ર શબ્દો બદલ માફી માંગવા માટે અમે એમને માફી માંગવા માટે સૂચન કરીએ છીએ.” નારા: “હાય રે ખડગે… હાય હાય!”..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *