સુરતમાં મહિલા વકીલની ફરિયાદ બાદ આરોપી વકીલની ધરપકડ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મહિલા વકીલની ફરિયાદ બાદ આરોપી વકીલની ધરપકડ
ચોકબજાર પોલીસે એટ્રોસિટી અને બળાત્કાર સહિતની કલમો હેઠળ કાર્યવાહી
મહિલા વકીલે આરોપી વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી

સુરતમાં મહિલા વકીલ સાથે લવ જેહાદના આક્ષેપ સાથે નોંધાયેલા કેસમાં ચોકબજાર પોલીસે આરોપી વકીલની ધરપકડ કરી છે. મહિલા વકીલે આરોપી વકીલ વિરુદ્ધ એટ્રોસિટી અને બળાત્કાર સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

સુરતની ચોક બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 15 મે 2026ના રોજ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે ફરિયાદી મહિલા વકીલની ઓફિસમાં આરોપીની અવરજવર રહેતી હતી, જેના કારણે બંને વચ્ચે વોટ્સએપ મારફતે સંપર્ક વધ્યો હતો. આ દરમિયાન આરોપીએ પોતે હિન્દુ ધર્મની જાણકારી ધરાવતો હોવાનું અને તમામ ધર્મમાં માનતો હોવાનું કહી મહિલાનો વિશ્વાસ કેળવ્યો હતો. અને આરોપીએ પોતાનું નામ રહીમ હોવા છતાં મહિલાને રોહન નામથી ઓળખાણ આપી હતી. 16 ઓગસ્ટ 2018ના રોજ ગોપાલ પ્લાઝા ખાતે મંગળસૂત્ર પહેરાવી અને સિંદૂર પૂરી મહિલાને પત્ની તરીકે સ્વીકારી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. બંને ઉટી અને ગોવા સહિતની જગ્યાઓએ ફરવા પણ ગયા હતા. આ દરમિયાન આરોપીના અગાઉના લગ્ન અને પરિવાર અંગેની હકીકત મહિલાને જાણવા મળી હતી. ત્યારબાદ ફરિયાદ નોંધાતા આરોપી છેલ્લા ચાર માસથી ફરાર હતો. જેને ચોકબજાર પોલીસને મળેલી બાતમીના આધારે રાંદેર વિસ્તારમાંથી આરોપી વકીલ રહીમને ઝડપી પાડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *