સુરત પોલીસનો માનવતાભર્યો અભિગમ સામે આવ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત પોલીસનો માનવતાભર્યો અભિગમ સામે આવ્યો
‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ખોવાયેલો સામાન શોધી કાઢ્યો
ઝોન-2 પોલીસે ખોવાયેલો સામાન મૂળ માલિકોને પરત સોંપ્યો

સુરતમાં પોલીસના માનવતાભર્યા અભિગમનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું હોય તેમ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ઝોન-2 પોલીસે ખોવાયેલો સામાન શોધી મૂળ માલિકોને પરત સોંપ્યો હતો.

સુરત પોલીસ ખોવાયેલા અનેચોરાયેલા મળી આવેલા મુદ્દામાલને મુળ માલિકોને સોંપવા કોર્ટની પરવાનગી બાદ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજે છે ત્યારે સુરત ઝોન-2 પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ કારણોસર ખોવાયેલો સામાન શોધી કાઢી તેને તેના સાચા માલિકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. પોતાનો ખોવાયેલો સામાન પરત મળતા નાગરિકોમાં ખુશી જોવા મળી હતી. પોલીસની આ કામગીરી માત્ર કાયદો-વ્યવસ્થા પૂરતી સીમિત નથી, પરંતુ નાગરિકોની મદદ અને માનવતાને પણ પ્રાથમિકતા આપે છે તેવો સંદેશ આપ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *