સુરતના ડિંડોલીમાં ચાલુ સ્વિફ્ટ કારમાં અચાનક આગ
મધુરમ સર્કલ પાસે કારમાં આગ લાગતા અફરાતફરી
આગની ઘટનાથી વાહનચાલકોમાં પણ ભયનો માહોલ
સુરતના ડિંડોલી વિસ્તારમાં ચાલુ સ્વિફ્ટ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મધુરમ સર્કલ પાસે બનેલી ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
સુરતના ડિંડોલી વિસ્તારમાં મધુરમ સર્કલ પાસે ચાલુ સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં આગ ભભૂકતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કારમાં આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
