સુરતમાં નજીવી બાબતે હત્યા
હત્યા કરી ભાગી છુટેલા હત્યારાઓ ઝડપાયા
શૈલન્દ્ર યાદવ અને સેવારામ રસેનીયાની ધરપકડ
ઉત્રાણ પોલીસે નજીવી બાબતે થયેલા ઝઘડામાં યુવાનની હત્યા કરી ભાગી છુટેલા હત્યારાઓને ઝડપી પાડ્યા હતાં.
સુરતમાં હત્યા અને હત્યાના પ્રયાસના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે ઉત્રાણ પોલીસ મથકની હદમાં પાવર હાઉસના ઈ 42 ક્વાર્ટર પાસે પાર્થ વ્યાસ નામના ઈસમની શૈલેન્દ્ર યાદવે નજીવી બાબતે થયેલા ઝઘડામાં સેવારામ ગણપતરામ રસેનીયા સાથે મળી પાર્થ વ્યાસને માર મારી તેની હત્યા કરી ભાગી છુટ્યા હતાં તો હત્યા કરી ભાગી છુટેલા હત્યારાઓ શૈલન્દ્ર ભાનુપ્રતાપ યાદવ અને સેવારામ ગણપતરામ રસેનીયાની ઉત્રાણ પોલીસે ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
