સુરતમાં સામી દિવાળીએ પોલીસને મળી સફળતા
પાંડેસરામાં મકાનમાં ધમધમતું ચલણી નોટ બનવાનું રેકેટ ઝડપાયું
નકલી ચલણી નોટો સાથે ત્રણ આરોપીની ધરપકડ
સુરતની પાંડેસરા પોલીસે દિવાળી પહેલા જ નકલી ચલણી નોટો બનાવી બજારમાં ફરતી કરે તે પહેલા જ ત્રણ રાજસ્થાનીઓને ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર દ્વારા દિવાળી તહેવારને લઈ મોટાપાયે બજારોમાં લોકો ખરીદી કરતા હોય ત્યારે દેશના અર્થતંત્રને ખોખલુ કરવા કોઈ ડુપ્લીકેટ ભારતીય ચલણી નોટો બજારમાં ન ફેરવે તે અંગે સુચના અપાઈ હોય જેને લઈ પાંડેસરા પોલીસની ટીમ પી.આઈ. એચ.એમ. ગઢી તથા જે.સી. જાદવ અને એસ.જી. ચાવડાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. શૈલેષ સેમા અને ભરત પાચાને મળેલી બાતમીના આધારે પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ જ્વેલરી બજાર ચાર રસ્તા પાસે આવેલ હરીઓમનગર સોસાયટીના પ્લોટ નંબર 17 અને 18ના બીજા માળે આવેલા મકાનમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી ત્રણ રાજસ્થાનીઓ મુળારામ મોતીરામ પ્રજાપતિ, દિનેશ છોગારામ પ્રજાપતિ અને નારાયણ છોગારામ પ્રજાપતિને ઝડપી પાડ્યા હતાં.તો આરોપીઓ પાસેથી 500ના દરની 3, 200ના દરની અને 100ના દરની 6 નકલી ચલણી નોટો મળી આવી હતી જેથી પોલીસે તેઓ પાસેથી નકલી નોટો સાથે મોબાઈલ ફોન, પ્રિન્ટર, કાગળ રીમ, સ્કેલ સહિત 40 હજારની મત્તા કબ્જે કરી ત્રણેય વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
