સુરત : લુખ્ખાગીરી કરતા તત્વો ચેતી જજો
લુખ્ખાતત્વોને સુરત પોલીસ કાયદાનો ભાન કરાવશે
ઝઘડાની અદાવતમાં ચપ્પુથી હુમલો કરનાર ઝડપાયા
લીંબાયત પોલીસે ગુંડાઓને પકડી કાયદાનો ભાન કરાવ્યો
પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું
લુખ્ખાગીરી કરતા તત્વો ચેતી જજો નહીં તો સુરત પોલીસ કાયદાનો ભાન કરાવશે, ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝઘડાની અદાવતમાં ચપ્પુથી હુમલો કરનાર ઝડપાયા છે લીંબાયત પોલીસે ગુંડાઓને પકડી કાયદાનો ભાન કરાવ્યો હતો પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.
લીંબાયત પોલીસે ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝઘડાની અદાવતમાં ચપ્પુથી હુમલો કરી નાશી જનાર ગુંડાઓની ધરપકડ કરીને કાયદાનો ભાન કરાવ્યો છે. આ ગુંડાઓ પર લુખ્ખાગીરી અને હુમલો કરવાનો આરોપ છે. પોલીસની કાર્યવાહી દરિયાના ગુંડાઓને જ્યારે ઘટનાસ્થળે ફરી લઈ જવામાં આવ્યા, ત્યારે તેઓ હાથ જોડીને માફી માગતા દેખાયા છે. લીંબાયત વિસ્તારમાં ગણપતિ ઉત્સવ દરમિયાન બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો હિંસામાં પરિવર્તિત થયો અને એક જૂથે બીજા જૂથ પર ચપ્પુથી હુમલો કર્યો હતો. આ ઘટનાની ફરિયાદ મળ્યા બાદ લીંબાયત પોલીસે તપાસ શરૂ કરી અને અનુસંધાનમાં આરોપીઓને ઓળખી કાઢી ધરપકડ કરી હતી. ગુનાની તપાસને આગળ વધારવા માટે પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું. આ દરમિયાન ગુંડાઓ હાથ જોડતા દેખાયા હતાં.
