લીંબડી મુસ્લીમ , ઘાંચી, સમાજ દ્વારા મહોરમ કાઢવામાં આવ્યા જેમાં લીંબડી શહેરમાં અલગ અલગ રૂટ ઉપર મહોરમ નિકળ્યા હતા જેમાં મહોરમના દર્શન કરવાં લોકો ઉમટી પડ્યા હતાં અને કાયદો અને વ્યવસ્થામા આજના ઉત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતુ
સુરેન્દ્રનગર જીલ્લા ના લીબડ માં દર વર્ષે મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્લામિક કેલેન્ડર મુજબ મોહરમ કાઢવામાં આવે છે જ્યારે વાત કરીએ તો મુસ્લિમના ઇમામે હુસેન અને ઇમામે હસન ની યાદમાં મોહરમ કાઢવામાં આવે છે મોહરમ બે દિવસ કાઢવામાં આવે છે જ્યારે પહેલા દિવસે ઇમામે હુસેન નિકાલ કરવા જાય છે પહેલા દિવસે રાત્રે ના મોહરમ કાઢી અનેક અખાડા અને કર્તવ્ય રજુ કરવામાં આવે છે બીજા દિવસે બપોરના સમયે મોહરમ કાઢવામાં આવે છે ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા આ દિવસને શોક નો દિવસ માનવામાં આવે છે આ દિવસે ઇમામે હુસેન ઈસ્લામને ફેલાવવા માટે અજીદ સાથે લડાઈ કરી કરબલામાં શહિદ થઈ ગયા હતા ધ્રાંગધ્રાના અનેક વિસ્તારમાં મોહરમ કાઢવામાં આવ્યા હતા લીંબડીના ચોરાપા, ,સૈયદ મહોલ્લા, ઘાંચીવાડ, વિસ્તારો માંથી મોહરમ કાઢવામાં આવ્યા હતા બીજા દિવસ મુસ્લિમ સમાજ ગમ નો દિવસ માનવામાં આવે છે ઇમામે હુશેન અને ઇમામે હસન ની યાદમાં લીબડી શહેર માં અનેક જગ્યાએ છબીલ તથા કેમ્પો નું આયોજન કરાયું હતું લીંબડીની તળાવ મહોલ્લામાં આબીદ ભાઈ સોલંકી , નકિબ ભાઈ , ઇમરાન ભાઈ , અલફાઝ ભાઈ તથા ઇરફાન ભાઈની અને સૈયદ મહોલ્લામાં અયુબભાઈ ખોખર, ખાલીદભાઈ મુન્નાભાઈ, રજાકભાઈ, ઈસ્માઈલભાઈ કાજી સહિત ના આગેવાનીમાં દ્વારા કાઢવામા આવે છે આ આયોજનમાં લીંબડીના દરેક મુસ્લિમ ભાઈઓ તથા બહેનો જોડાઈ છે આ મોહરમ મા હિંદુ મુસ્લિમ સાથે મળીને તહેવાર ઉજવે છે ત્યારે મોહરમમાં ઢોલ,વાજિંત્ર,અખાડા સહિતના ,અનેક કરતબ રજુ કરવામાં આવે છે શહેરના અનેક જગ્યાએ સરબત દૂધ ગુલ્ફી ખાણીપીણી વગેરે કેમ્પો નુ આયોજન કરાયું હતું મોહરમ ને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લીંબડી શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો
