માંડવીમાં મોહરમ પર્વ, પરંપરાગત તાજીયા ઝુલુસ નીકળ્યું

Featured Video Play Icon
Spread the love

માંડવીમાં મોહરમ પર્વ, પરંપરાગત તાજીયા ઝુલુસ નીકળ્યું
હિંદુ-મુસ્લિમ એકતા સાથે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

માંડવી નગરમાં વર્ષોની પરંપરા મુજબ મોહરમ નિમિત્તે તાજીયા ઝુલુશ કઢાયું જેમાં હિંદુ મુસ્લિમ બંને જાતિના લોકો જોડાયા.

માંડવી નગરમાં વર્ષોની પરંપરા મુજબ મોહરમ નિમિત્તે તાજીયા ઝુલુશ કાઢવામાં આવે છે મક્કા મદીના ખાતે કરબલાના મેદાનમાં શહીદી વોહરી લેનાર ઇમામ હુસૈન ની યાદ માં ઉજવવામાં આવે છે જેમાં માર્કેટ ફળિયા ખાતે, બાવાગઢનો ટેકરો તથા ગાંધી ફળિયા, નવીનગરી ખાતે આકર્ષક તાજીયા બનાવી મૂકવામાં આવે છે જેનું આજરોજ તાજીયા નુ જુલુસ માંડવી નગરમાં ફેરવી તાપી કિનારે લઈ જવામાં આવેલ અને ક્યાંથી માર્કેટ ફરિયા ખાતે લાવી તાજીયા4 ઠંડા કરવામાં આવ્યા હતા. જેમાં હિન્દુ મુસ્લિમ બંને જાતિના લોકો જોડાયા હતા. જેને કારણે કોમી એકતાનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ પોતાની કરતબ બતાવી હતી મુસ્લિમ સમાજના બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા.તાજીયા નિમિત્તે નિયાજ તથા શરબત પણ વેચવામાં આવેલ હતું તાજીયા જુલુસ અંતર્ગત ASP અક્ષેશ એન્જિનિયર ના સુપરવિઝન હેઠળ માંડવીના P I જે.એસ વડવી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી, કર્મચારીઓ GRD, TRB ના સભ્યો સુરત ડિવિઝનમાંથી પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *