નિઝર-કતારગામના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

નિઝર-કતારગામના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો આરોપી ઝડપાયો
સુરત ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી રીઢા આરોપીને ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચે તાપી જિલ્લાના નિઝર પોલીસ મથકમાં 3 વર્ષથી અને કતારગામ પોલીસ મથકમાં બે વર્ષથી લાખોની ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢાને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો હતો.

સુરતમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની નાસતા ફરતા સ્કોડની ટીમે બાતમીના આધારે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે જઈ ત્યાંથી સુરતના કતારગામ પોલીસ મથકમાં બે વર્ષથી અને તાપી જિલ્લાના નિઝર પોલીસ મથકમાં ત્રણ વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપી સતનામસીંગ સુથારસીંગ ચૌહાણ સીકલીકરને ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો કતારગામ અને નિઝર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *