માંડવી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિમેષભાઈ શાહના હસ્તે રીબીન કાપી
ઇન્ડિયન સોસાયટી દ્વારા ઠંડા પાણીની પરબની રીબીન કાપી
માંડવી તાલુકા ઇન્ડિયન સોસાયટી દ્વારા માંડવી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિમેષભાઈ શાહના હસ્તે ઠંડા પાણીની પરબની રીબીન કાપી ત્રણ માસ માટે ખુલ્લી મુકાઈ.
માંડવી નગરમાં સુપ્રડી વિસ્તાર ખાતે માંડવી તાલુકા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ગુજરાત રાજ્યના ઇન્ડિયન સોસાયટીના પ્રમુખ આચાર્ય દેવ વ્રત ગવર્નર સાહેબના આદેશઅનુસાર તેમજ સ્ટેટ બ્રાન્ચ ના અજયભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ આજરોજ 15મી એપ્રિલના રોજ માંડવી તાલુકા રેડ ક્રોસ સોસાયટી દ્વારા માંડવી પાલિકા પૂર્વપ્રમુખ નિમેષભાઈ શાહના હસ્તે રીબીન કાપી ઠંડા પાણીની પરબ ત્રણ માસ માટે ખુલ્લી મુકવામાં આવી છે હાલની અસય્ય કાળજાળ ગરમીમાં રાહદારીઓ તથા ગામડેથી આવતા લોકો તરસ છીપાવી શકે એવા શુભ આશય થી આ પરબ ખુલ્લી મુકાય છે. જે ખરેખર સરાહનીય ને કાર્ય છે આ પ્રસંગે હસમુખભાઈ ખેંગારભાઈ હરજી મિસ્ત્રી તરફથી રૂપિયા 10,000નો ચેક આ સેવાકીય કાર્ય માટે અર્પણ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન સતિષભાઈ કાયસ્થ ,ભાવેશભાઈ શાહ, મનોજભાઈ છાજડ, નટુભાઈ રબારી નાગરિક બેંકના ચેરમેન જતીનભાઈ શાહ, જીગ્નેશભાઈ ગોળવાલા, અંકિતભાઈ શુક્લ તથા તમામ રેડ ક્રોસ સોસાયટીના સભ્યો તથા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા…..
