સુરત મહાનગર પાલિકાની ચુંટણીને લઈ પ્રચાર ઝુંબેશ
ભાજપ દ્વારા આજે મનપા ચૂંટણી માટેનું સંકલ્પ પત્ર જાહેર કર્યુ
ભાજપે તમામ 120 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા
સુરત મહાનગર પાલિકાની ચુંટણીને લઈ પ્રચાર ઝુંબેશ સાથે રાજકીય ગરમાવો વધ્યો છે. ત્યારે સુરત ભાજપ દ્વારા આજે મનપા ચૂંટણી માટેનું સંકલ્પ પત્ર જાહેર કર્યુ હતું.
સુરત મહાનગર પાલિકાની ચુંટણીને લઈ ભાજપ દ્વારા ચુંટણી સંકલ્પ પત્ર જાહેર કર્યુ હતું. મંત્રી કનુ દેસાઈના હસ્તે ભાજપનું ચૂંટણી સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ, મહામંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સુરત મનપાના કુલ 30 વોર્ડમાં 120 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભાજપે તમામ 120 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.
