સુરતમાં ડિંડોલી પોલીસ મથકમાં 14.95 લાખની ઠગાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ડિંડોલી પોલીસ મથકમાં 14.95 લાખની ઠગાઈ
ઠગાઈ આચરનાર લોન કન્સલટન્ટ વિરૂદ્ધ ફરિયાદ
યજ્ઞેશે જાણ બહાર બેંક કર્મચારી સાથે મળી લોન પેપર્સ બનાવ્યા

સુરતમાં ડિંડોલી પોલીસ મથકમાં વેપારી સાથે 14.95 લાખની ઠગાઈ આચરનાર લોન કન્સલટન્ટ વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરતની ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલીમાં સાંઈ એન્ટરપ્રાઈઝ નામે ફ્લોરિંગ કામ કરતા વેપારી રોશન મથુરકર એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે તેઓના સાળા દ્વારા સંપર્કમાં આવેલ લોન કન્સલ્ટન્ટ ડિંડોલી ખાતે આવેલ સ્વસ્તિક લેક ખાતે રહેતા યજ્ઞેશ સંજય બોમ્ભાળે એ તેઓની દુકાને બેસી લોનનુ કામ શરૂ કર્યુ હતું. તો બીજી તરફ રોશનને બેન્ક દ્વારા સીલ કરાયેલ ડીંડોલી સ્વસ્તિક લેકમાં આવેલ 307 નંબરનુ મકાન અપાવવા જણાવી યજ્ઞેશે બેંક વિગત સહિતના ડોક્યુમેન્ટ અને 9 લાખ 95 હજારની રકમ મેળવી લીધી હતી. પરંતુ મકાન નહી મળતા નાણા પરત માંગતા યજ્ઞેશએ બે વખત આપેલા ચેક રિટર્ન થયા હતા દરમિયાન યજ્ઞેશે જાણ બહાર બેંક કર્મચારી સાથે મળી લોન પેપર્સમાં વેપારીનોપાછળથી પાડેલો ફોટો મુકી રોશન મથુરક નામે 5 લાખની લોન સાથે રસ્મીતાબેનના નામે પણ 5 અને 1.5 લાખ મળી એમ બે લોન લઈ નાણા વેપારીના સાંઈ એન્ટરપ્રાઈઝના ખાતામાં જમા લઈ ઉપાડી લીધા હતા. જે સમગ્ર હકીકત સામે આવતા આખરે વેપારીએ 14.95 લાખ રૂપિયા પરત માંગતા યજ્ઞેશએ હાથ ઉંચા કરી દીધા હતા જેથી વેપારી રોશન માથુરકરએ ડિંડોલી પોલીસ મથકમાં લોન કન્સલ્ટન્ટ યજ્ઞેશ બોમ્ભાળે વિરૂદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ આર.કે માલીવાડએ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *