દરિયાનુ તરતુ સોનુ એટલે અતીદુર્લભ અમ્બરગ્રીસ
અમ્બરગ્રીસને વ્હેલ માછલીની ઉલટી કહેવાય
સુરત એસઓજીએ આરોપી વિપુલ ભુપત બાભણીયાની ધરપકડ
દરિયાનુ તરતુ સોનુ એટલે અતીદુર્લભ અને કિંમતી અમ્બરગ્રીસ જેને વ્હેલ માછલીની ઉલટી કહેવાય છે. તેના સ્મગલીંગનો પર્દાફાશ એસઓજી પોલીસે કરીને પાંચ કરોડ 72 લાખથી વધુની કિંમતના મુદામાલ સાથે એકને ઝડપી પાડયો છે.
સુરત પોલીસ કમીંશ્રનર અનુપમસિહ ગેહલોતની સુચનાને લઈને સુરત તથા ગુજરાત રાજયના અન્ય જિલ્લામાથી એમ્બરગ્રીસ વહેલ માછલીની ઉલટી લાવીને માર્કેટમા વેચાણ કરતા ઈસમો ઉપર વોચ રાખવાનો આદેશ આપવામા આવ્યો હતો જેની સુચનાથી એસઓજીના નાયબ પોલીસ અધીક્ષક રાજદિપસીંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈ એપી ચૌધરીની ટીમના એએસઆઈ હિતેશસિહં, હેડ કોન્સેટબલ કિરીટીને મળેલી બાતમીના આધારે ભાવનગરથી એક ઈસમ એમ્બરગ્રીસ વરાછા સુરત ખાતે વેચાણ કરવામાટે આવવાનો છે તે માહીતી મળતાજ એસઓજી પોલીસે વોચ ગોઠવી હતી જેમા આરોપી વિપુલ ભુપત બાભણીયા આવતા તેની પાસેની બેગની તપાસ કરતા તેમાથી અતી દુર્લભ કહી શકાય તેમ અમ્બર ગ્રીસ મળી આવતા પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ માટે ડુમ્મસ ફોરેસ્ટ વિભાગને સોંપવામા આવ્યો છે. આ ઉલટીની બજાર કિંમત પાચ કરોડ 72 લાખથી વધુની થાય છે.
