સુરતમાં મહાનગર પાલિકાની ચુંટણી પુર્ણ થતા મેયરની પસંદગી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મહાનગર પાલિકાની ચુંટણી પુર્ણ થતા મેયરની પસંદગી
મેયર સહિતના પદો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ
ત્રણ નિરીક્ષકોની ટીમ સુરત સેન્સ લેવા આવી પહોંચી

સુરતમાં મહાનગર પાલિકાની ચુંટણી પુર્ણ થયા બાદ હવે મેયર સહિતના પદો માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે. ત્યારે ત્રણ નિરીક્ષકોની ટીમ સુરત સેન્સ લેવા આવી પહોંચી હતી.

ગત 28 એપ્રિલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભાજપે સુરત મહાનગર પાલિકામાં સત્તા હાંસલ કરી છે. આગામી સમયમાં મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીની નિમણૂક થવાની છે. ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શિક્ષણ સમિતિ સહિતના પદાધિકારીઓ નક્કી કરવા માટે સુરતમાં ધારાસભ્યો અને કોર્પોરેટર સહિતના શહેર સંગઠનના નેતાઓ સાથે પ્રદેશના નેતાઓ દ્વારા સેન્સ લેવાશે જે માટે પ્રદેશથી આવેલા ત્રણ નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ લેવાની શરૂઆત કરાઈ હતી. આ નિરિક્ષકોની ટીમ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જશે જ્યાંથી મેયર સહિતના પદાધિકારીઓના નામો જાહેર કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *