પંજાબના અમૃતસરમાં લઠ્ઠાકાંડ
ઝેરી દારૂથી 15 લોકોના મોત અને 6ની હાલત ગંભીર
પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી.
પંજાબના અમૃતસરમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે
પંજાબના અમૃતસરમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના મજીઠાના મડઇ ગામ અને ભાગલી ગામમાં બની હતી. આ ઘટના ગઈ કાલે રાત્રે બની હતી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. મૃતકોના મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. અમૃતસરના એસએસપી મનિન્દર સિંહે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત થયા છે, જ્યારે છ અન્ય લોકોની હાલત ગંભીર છે. એસએસપીએ કહ્યું, “અમને ગઈકાલે રાત્રે લગભગ 9.30 વાગ્યે માહિતી મળી હતી કે ઝેરી દારૂ પીવાથી લોકો મરી રહ્યા છે. અમે તાત્કાલિક કાર્યવાહી કરી અને ચાર લોકોની અટકાયત કરી. અમે મુખ્ય સપ્લાયર પ્રભજીત સિંહની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ કડક કલમો હેઠળ બે FIR નોંધવામાં આવી છે. નાગરિક વહીવટ પણ આમાં સામેલ છે, ઘરે ઘરે જઈને દારૂ પીનારા લોકોની ઓળખ થઇ રહી છે, ઝેરી દારૂ નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે. સરકારે દારૂ માફિયાઓ સામે કડક તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. તમામ મૃતકોના પરિવારોને સહાય આપવામાં આવશે. 5 ગામો ઝેરી દારૂથી પ્રભાવિત થયા હોવાના અહેવાલો મળ્યા છે. તમામ ગામોમાં તબીબી ટીમો મોકલવામાં આવી છે. આવી સ્થિતિમાં, જે લોકો ઝેરી દારૂ પીવાના લક્ષણો બતાવી રહ્યા છે તેમની પણ સારવાર કરવામાં આવી રહી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી