સુરતમાં વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ
વધુ બે વ્યાજખોરોને અલથાણ પોલીસે ઝડપી પાડ્યા
આરોપીઓ વગર લાઈસન્સે વ્યાજે રૂપિયા આપતા હતા
સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી હોવા છતા પણ હજુ પણ અનેક વ્યાજખોરોનો આતંક સામે આવી રહ્યો છે ત્યારે વગર લાઈસન્સે વ્યાજે રૂપિયા આપનાર વધુ બે વ્યાજખોરોને અલથાણ પોલીસે ઝડપી પાડ્યા છે.
અલથાણ પોલીસ મથક વિસ્તારમાં આકાશ ઈકો પોઈન્ટ અલથાણ ભીમરાડ રોડ ખાતે રહેતા ફરિયાદીએ અલથાણ પોલીસ મથકે પહોંચી જણાવ્યુ હતું કે અલથાણ વિસ્તારમાં રેહતા પીયુષ પટેલ, રાકેસ પટેલ અને અલ્પેશ પટેલે તેઓને વ્યાજે રૂપિયા આપી મહિને 12 થી 14 ટકા જેટલુ ઉંચુપ વ્યાજ વસુલી સમયસર વ્યાજ ન આપવાથી રોજના બે થી ત્રણ હજાર રૂપિયા પેનલ્ટી ચડાવી ધાકધમકી આપી જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. જે ફરિયાદના આધારે સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ, નાયબ પોલીસ કમિશનર ઝોન ફોર, મદદનીશ પોલીસ કમિશનર એચ ડીવીઝનની સુચના મુજબ અલથાણ પી.આઈ. ડી.ડી. ચૌહાણના માર્ગદર્શન હેઠલ ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી અલથાણ પોલીસે વ્યાજખોર અલ્પેશ મંગળ પટેલ અને રાકેશ ચતુર પટેલને ઝડપી પાડ્યા હતા અને નબ્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.