સુરતમાં ભાગી છુટેલા ચોરો ઝડપાયા
અઠવા પોલીસે કિશોર સહિત બેને ઝડપ્યો
સોહેલ બાટો ઈશરાર શેખ અને કિશોરની ધરપકડ
સુરતની અઠવા પોલીસ મથકની હદમાં સગરામપુરા ખાતે આવેલ નાડીયાવાડના મકાનમાં રાત્રીના સમયે હાથફેરો કરી ભાગી છુટેલા કિશોર સહિત બે રીઢા ઘરફોડ ચોરોને અઠવા પોલીસે ઝડપી પાડી રીઢાઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અઠવા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે ભાગાતળાવ જનતા માર્કેટ ખાતેથી રીઢા ચોર ઉન અસ્માનગર અને લાજપોર ખાતે ઉમેદ નગરમાં રહેતા યુપીવાસી સોહેલ ઉર્ફે બાટો ઈશરાર શેખ અને તેની સાથેના કિશોરને ઝડપી પાડ્યા હતાં. અને તેઓ પાસેથી ઓપ્પો મોબાઈલ ફઓન તથા રોકડા રૂપિયા કબ્જે લીધા હતા અને આરોપીની પુછપરછ કરતા આરોપીઓએ કબુલા કરી હતી કે સગરામપુરા ખાતે આવેલ નાડીયાવાડ ખાતે મહોલ્લામાં આવેલા ઘરમાં રાત્રીના સમયે બારીમાંથી પ્રવેસી ઘરમાંથી રોકડ 39 હજાર તથા સોનાની નથણી અને મોબાઈલની ચોરી કરી હતી. હાલ તો અઠવા પોલીસે રીઢાઓની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે લઈ કિશોર સહિત બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.