સગીરા પર દુષ્કર્મ કેસમાં અમરેલી બાબરા પોલીસ સ્ટેશનનો કર્મચારી ઝડપાયો
4 મહિના સુધી શારીરિક શોષણ કર્યું,
જાનથી મારી નાખવાની ધમકી આપતો
અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. સગીરાએ તેની વિરુદ્ધ અપહરણ, પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનમાં બાબરામાં ૧૪ વર્ષની દીકરીના આક્ષેપ મુજબ, છેલ્લા 4 મહિનાથી આરોપી પોલીસકર્મી તેના પર શારીરિક અડપલાં કરી સંબંધ બાંધતો હતો. આરોપી સગીરાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો. આરોપી રવિરાજ ચૌહાણ વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાયા બાદ મહિલા પી.એસ.આઈ. જે.આર.સરવૈયાની ટીમે આરોપીની ધરપકડ કરી છે. સ્પેન્ડેડ પોલીસ કર્મીને અંતે બાબરા પોલીસ દ્વારા ઝડપી લેવાયો અને આરોપી રવિરાજસિંહ ચૌહાણને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને હજુ પણ અમરેલીમાં 30 વર્ષીય યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર સસ્પેન્ડેડ પોલીસ કર્મી મહેશ સોલંકી ફરાર. છે આ બને પોલીસ કર્મી અંગે dysp ચિરાગ દેસાઈએ માહિતી વિગતવાર માહિતી આપી છે
અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં એક અન્ય કેસ પણ નોંધાયો છે. હેડક્વાટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી મહેશ સોલંકી વિરુદ્ધ 30 વર્ષીય મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આરોપીએ લગ્નની લાલચ આપી મહિલા સાથે વારંવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહેશ સોલંકી હાલ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે…અશોક મણવર અમરેલી