મનરેગા કૌભાંડ મામલે શક્તિસિંહનું મોટું નિવેદન
કોઈપણ પક્ષના નેતા હોય, નિષ્પક્ષ તપાસ અને કડક સજા થવી જોઈએ
ગરુડેશ્વરમાં કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠકમાં રાજકીય પરિસ્થિતિની ચર્ચા
નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ. બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અનંત પટેલ હાજર રહ્યા. બેઠકમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિની પણ ચર્ચા થઈ.
નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠકમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મનરેગા કૌભાંડ અંગે સ્પષ્ટ વલણ અપનાવ્યું. તેમણે કહ્યું કે આદિવાસી સમાજના હિતો સાથે ચેડાં કરનારા કોઈપણ નેતા સામે કડક કાર્યવાહી થવી જોઈએ. મનરેગા યોજનામાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડની નિષ્પક્ષ તપાસની માંગ કરી.
કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખની પસંદગી માટે હાઈકમાન્ડની 7 સભ્યોની ટીમ કાર્યરત છે. શક્તિસિંહે સ્પષ્ટ કર્યું કે તેઓ આ પસંદગી પ્રક્રિયામાં કોઈ હસ્તક્ષેપ કરશે નહીં. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી