સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ મળતા વલસાડમાં DDOએ કરી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ મળતા વલસાડમાં DDOએ કરી કાર્યવાહી
એકની મંજૂરી લઇ 4 તળાવના બાવળિયા કાપી વેચી દીધા
ડીડીઓએ સુનાવણીઓ રાખી છરવાડાના સરપંચને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો

વલસાડના છરવાડાના 1 તળાવ ફરતે કિનારા પર ઉગેલા બાવળના ઝાડો કાપવાની મંજૂરીના આધારે સરપંચ દ્વારા 4 તળાવના ઝાડો કાપી નાંખી વેચી મારવામાં આવ્યા હતા. આ કેસમાં ડીડીઓએ સુનાવણીઓ રાખી છેવટે સરપંચને સસ્પેન્ડ કરતો હુકમે જારી કરી સપાટો બોલાવ્યો છે.

વલસાડ છરવાડામાં 20218-19ની સાલમાં પંચાયતના સરપંચે અજય પટેલે 1 તળાવની ફરતે પાળ કિનારાના બાવળના ઝાડો કાપવા માટે વન વિભાગ અને તાલુકા વિકાસ અધિકારી પાસે મંજૂરી લીધી હતી.તાલુકા વિકાસ અધિકારીએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરવાનગી અને સરવે પ્રક્રિયા તેમજ ટેન્ડર નોટિસ માટે સૂચના આપી હતી. 2019માં ફોરેસ્ટની મંજૂરી મળી ગઇ હતી.પરંતું માત્ર 1 તળાવના ઝાડ જ કાપવા માટે ટેન્ડર મગાવાયું હતું.જેના આધારે તેમણે એજન્સી સાથે મળી ગામના ચાર તળાવના ફરતેના બાવળના ઝાડો કાપી નાંખ્યા હતા.આ મામલે ગામના જ 2 અરજદારે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ નોંધાવતાં સુનાવણી થતાં વધારે પ્રમાણમાં બાવળ કાપી નાંખવામાં આવ્યા હોવાનું જણાઇ આવ્યું હતું. છેવટે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત દ્વારા આ કેસમાં આગળની કાર્યવાહીમાં સરપંચને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં પંચાયત વર્તુળમાં ભારે ચકચાર જાગી હતી. પાંચ વર્ષ પછી આ ફરિયાદમાં સરપંચને સસ્પેન્ડ કરાયા છે. DDO વલસાડ અતિરાગ ચપલોતએ વધુ માહિતી આપી છે

DDO વલસાડએ વધુમાં જણાવ્યું હતું કે નિર્ધારિત કરતા ઓછી કિંમતે વેચાણ બાવળિયાના ઝાડો કાપવાના કેસમાં તપાસ હાથ ધરાતા યોગ્ય હરાજી પ્રક્રિયાઓ વિના વેચાણ કર્યાનું બહાર આવ્યું હતું.બાવળના ઝાડોની ફોરેસ્ટ વિભાગે નિર્ધારિત કરેલી કિમતના બદલે ઓછી કિમતે ઝાડના લાકડા વેચ્યા હતા.જેમાં પંચાયતને આર્થિક નુકસાન થયું હતું.જેને ધ્યાને લઇ કાર્યવાહી કરી છે. હજી મામલતદાર દ્વારા આર્થિક નુકસાની અંગે કાર્યવાહી થશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *