સુરતમાં મહિલાએ આધેડ પાસેથી 20 લાખની ખંડણી માંગી
સાગરીતો અને વકીલ સાથે મળી ખંડણી માંગી
ડાયવોર્સી હેતલબેન બારૈયા, અભીષેક સંજય શેટીયા અને અશોકનું કાંડ
આધેડ સાથે મિત્રતા કેળવ્યા બાદ સુખી સંપન્ન હોય જેથી તેઓ સાથે સુરતમાં અલગ રહેતી મહિલાએ સાગરીતો અને વકીલ સાથે મળી આધેડ પાસેથી 20 લાખની ખંડણી માંગી હતી અને તે ખંડણીની રકમ સ્વીકારતી મહિલા અને વકીલને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા હતાં.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના આધેડ સાથે નાના વરાછા ખાતે રહેતી અને ડાયવોર્સી હેતલબેન બારૈયાએ મિત્રતા કેળવી હતી. અને ત્યારબાદ બન્ને રાજીખુસીથી એકબીજાની સહમતીથી સુરતમાં અલગ અલગ જગ્યાએ એકાંત માણતા હતા. ત્યારે હૈતલ બારૈયાએ ફરિયાદી સાથેના સંબંધના વિડીયો બનાવી લીધા હતા. અને ત્યારબાદ હેતલ બારૈયાએ પોતના પરિચિત અશોક સાથે મળી આધેડને ધમકાવવાનુ શરૂ કર્યુ હતુ અને એડવોકેટ અભીષેક સંજય શેટીયાની ઓફિસે સુરેશ જૈન ઉર્ફે જયેશ પ્રજાપતિ સાથે મળી બોલાવી મીટીંગો કરી આધેડ પાસેથી 20 લાખની ખંડણીની માંગણી કરી હતી. જે અંગે આધેડએ પોલીસ ફરિયાદ કરતા ક્રાઈમ બ્રાન્ચે છટકુ ગોઠવ્યુ હતુ અને ત્યારબાદ ઉમરા પોલીસ મથકની હદમાં વી.આર મોલના ત્રીજા માળે ફુડ ઝોનમાં 20 લાખ રૂપિયા લઈ આધેડને બોલાવ્યા હતા જ્યાં આધેડ રૂપિયા લઈ જતા મહિલા હેતલ બારૈયા અને વકીલ અભીષેક સંજય શેઠીયાને ઝડપી પાડ્યા હતા તો સાથે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન સહિત 20 લાખ 85 હજારની મત્તા કબ્જે કરી ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
