સુરતમાં અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબુદ કરવા એક્શન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબુદ કરવા એક્શન
ઉધના વિસ્તારમાં હિસ્ટ્રી શીટરોને ત્યાં તપાસ કરાઈ
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સઘન કોબિંગ હાથ ધરાયું

સુરતમાં અસામાજિક પ્રવૃત્તિને નેસ્ત નાબુદ કરવા ક્રાઈમ બ્રાન્ચે કોમ્બિંગ કર્યુ હતું. અને ઉધના વિસ્તારમાં હિસ્ટ્રી શીટરોને ત્યાં તપાસ કરાઈ હતી.

સુરતમાં કાયદો વ્યવસ્થા જાળવવા સુરત પોલીસે મોડી રાત્રે કોબિંગ કર્યુ હતું. ઉધના વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સઘન કોબિંગ હાથ ધરાયું હતુ તો આ કોમ્બીંગમાં જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ રાઘવેન્દ્ર વત્સ સાથે ડીસીપી ભાવેશ રોજીયા અને પી.આઈ. સહિતના અધિકારીઓ જોડાયા હતાં. ઉધનામાં અલગ અલગ વિસ્તારમાં કોબિંગ હાથ ધરી હિસ્ટ્રી શીટરો ના ત્યાં તપાસ કરાઈ હતી. ડ્રગ્સ અને ગાંજાની થતી હેરાફેરી અને વેચાણ પર લાલ આંખ કરાઈ હતી અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા ખાસ કોબિંગ હાથ ધરાયું હતું. તો અલગ અલગ હિસ્ટ્રી શીટરોને પણ તપાસવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *