વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુજરાતમાં હિતચિંતક અભિયાનનો પ્રારંભ
દક્ષિણ ગુજરાતમાં 5 લાખ અને સમગ્ર ગુજરાતમાં 15 લાખ લોકો સુધી પહોંચવાનો લક્ષ્યાંક
22 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી અભિયાન ચાલશે
હિન્દુ સમાજના વિવિધ વર્ગોનો પ્રત્યક્ષ સંપર્ક કરાશે
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુજરાતમાં હિતચિંતક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં 5 લાખ અને સમગ્ર ગુજરાતમાં 15 લાખ લોકો સુધી પ્રત્યક્ષ સંપર્ક કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 22 નવેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન ચાલનારા આ અભિયાનમાં હિન્દુ સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચવાનો પ્રયાસ કરાશે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિતચિંતક અભિયાનની શરૂઆત કરાઈ છે જેમાં દક્ષિણ ગુજરાતમાં 5 લાખ લોકો સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે. આ અંગે સુરત ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ અભિયાનની વિગતો જાહેર કરી હતી અને જણાવ્યુ હતું કે 22 નવેમ્બરથી 5 ડિસેમ્બર દરમિયાન દેશવ્યાપી હિતચિંતક અભિયાન યોજાશે. આ અભિયાન અંતર્ગત દક્ષિણ ગુજરાતના ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં ઘર-ઘર સંપર્ક કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં 5 લાખ જ્યારે સમગ્ર ગુજરાતમાં 15 લાખ લોકોનો પ્રત્યક્ષ સંપર્ક કરવાનો લક્ષ્યાંક છે. અભિયાનમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, યુવાનો, મહિલાઓ સહિત વિવિધ વર્ગો સુધી પહોંચવામાં આવશે. સાથે જ પરિવાર પ્રબોધન, સામૂહિક પ્રાર્થના, ધાર્મિક-સાંસ્કૃતિક પરંપરાઓ અને સામાજિક એકતા જેવા વિષયો પર પણ જાગૃતિ લાવવામાં આવશે.
